રજૂઆત:માણાવદર શહેરમાં કોમર્શિયલ મિલ્કતની જંત્રીમાં ઘટાડો કરો

માણાવદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ અને ધારાસભ્યને વેપારીઓ દ્વારા રજૂઆત કરાઇ

માણાવદર શહેરમાં કોમર્શિયલ મિલકતમાં જંત્રી નો દર ત્રણ ગણો હોવાથી ફેરફાર કરવા બાબતે માણાવદરના વેપારીઓ દ્વારા પોરબંદરનાં સાંસદ રમેશભાઈ ધડુક અને માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાને આવેદનપત્ર આપીને રજુઆત કરી છે.

જેમા જણાવ્યા અનુસાર હાલમાં માણાવદર શહેરમાં કોમર્શિયલ મિલકતોની જંત્રી બજાર કિંમત કરતા ખુબજ વધારે છે. જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં પણ 1 ચોમીનો ભાવ 71,000 નથી. આજુબાજુ તાલુકાના જેવાકે વંથલી માં 1 ચોમીનો ભાવ 25,500 છે અને કેશોદમાં 1 ચોરસ મીટરનો ભાવ 45,000 જેવો છે ત્યારે માણાવદરમાં ત્રણ ગણો એટલે 71,000 જેવો ભાવ નક્કી કરે છે. જે વાસ્તવિક કિંમત કરતા ખુબ જ વધારે હોવાથી અનેકવાર શહેરોમાં જે દુકાનો સોદા પણ કેન્સલ થાય છે. ત્યારે આ બાબતે ફરીવાર સર્વે કરાવીને યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...