મેઘ મહેર:વરસાદ ઉપરવાસમાં, પણ જળબંબાકાર ઘેડમાં

માણાવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘેડ પંથક એટલે રકાબી જેવી ભૂપૃષ્ઠ રચના ધરાવતો સોરઠનો અનોખો વિસ્તાર. અહીં વર્ષ દરમ્યાન ચોમાસામાં અવરજવર માટે અનેક રસ્તા પાણીમાં ડૂબેલા જ રહે છે. સ્થળ ત્યાં જળની સ્થિતી વચ્ચે રહેતા લોકોએ ચોમાસા પહેલાંજ 4 માસનું રાશન, જીવન જરૂરિયાતની વસ્તુઓ ઘરમાં સંઘરી રાખવી પડે. અને આ સ્થિતી તો તેઓએ દર વર્ષે વેઠવાની થાય છે. આ તસ્વીર ઘેડ પંથકના ઓસા ગામના પ્લોટ વિસ્તારમાં આવેલા એક ઘરની છે.

ઓછામાં ઓછા 10 દિવસ તો તેઓએ આજ રીતે પાણી વચ્ચે કાઢવાના છે. જ્યારે ઓસાથી લાંગડ જવાના રસ્તેથી પસાર થતાં સ્થળ ત્યાં જળની હાલત છે. આમાં રસ્તો ક્યાંથી પસાર થાય એ ફક્ત ત્યાંના સ્થાનિક લોકોને ખબર હોય. સોરઠમાંથી નિકળતી ઓઝત અને ઉબેણ નદી એકબીજામાં ભળ્યા બાદ આગળ જતાં મધુવંતી પણ તેમાં ભળે છે.

આ બધું પાણી અહીં ફરી વળે છે. તસ્વીરમાં રોડ પર પાણી અને એક સાઇડે ઉપરવાસમાંથી તણાઇને આવેલા વૃક્ષોનો ઢગલો નજરે ચઢે છે. આ બધું પાણી આ પંથકમાં થયેલા વરસાદને લીધે નહીં પણ ઉપરવાસમાં થયેલા વરસાદને લીધે ભરાય છે. ઘેડથી આગળ આ બધી નદીઓ દરિયામાં મળે છે.

ભાદરના પાણી ફરી વળતા જૂનાગઢ-પોરબંદર હાઈવે બિસ્માર

માણાવદર : ભાદરવામાં પડેલા ભારેથી અતીભારે વરસાદના કારણે ગુજરાતના મોટા ભાગના ડેમ છલકાયા હતા. ત્યારે ભાદર ડેમ ઓવરફ્લો થતાં માણાવદરના ઘેડ પંથકમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે જૂનાગઢ-પોરબંદર હાઈવે રોડ બિસ્માર બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...