લોકો હેરાન-પરેશાન:5 થી વધુ ગામના લોકોને 4 કીમી સુધી ફરવા જવું પડે છે

માણાવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માણાવદર પાસેનાં મીતડી રોડ ઉપર ડાયવર્ઝનથી લોકો હેરાન-પરેશાન
  • 5 થી વધુ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા,યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવા માંગ ઉઠી

માણાવદર મીતડી કેશોદ સ્ટેટ હાઇવે ઉપર માણાવદર થી એક કિલોમીટર દૂર તિલક ચેમ્બર પાસે નવા પુલનું નિર્માણ ચાલી રહ્યું છે. આ પુલનો ડાયવર્ઝન ખૂબ જ લાંબો અને મોટો કરવાથી પાંચથી વધુ ગ્રામ્ય વિસ્તારના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અને જો વરસાદ પહેલા આ પુલનું કામ પૂરું ન થાય તો આ ડ્રાયવર્ઝન લોકો માટે આફતરૂપ પણ બનશે તેમાં કોઈ બેમત નથી કારણકે એ જગ્યા ઉપર ડાયવર્ઝન કાઢવામાં આવ્યો છે ત્યાં તળાવ છે અને અનેક ગામોમાંથી પાણી આ તળાવમાં ભરાશે પસાર તેમજ વરસાદના કારણે ચીકણી માટી હોવાથી વાહનચાલકોને મુશ્કેલીનો કરવો પડશે.

બાઈક લઈને નીકળવું પણ મુશ્કેલ
આ ડ્રાયવર્ઝન પર મોટા પ્રમાણમાં માટી હોવાથી તેમજ આ રસ્તા પર જીનિંગ મિલના આવેલી હોવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં મોટા વાહનો પસાર થાય છે જેના કારણે મોટરસાયકલ ચાલકને નીકળવું પણ મુશ્કેલ છે ત્યારે તંત્ર દ્વારા હા ડાયવર્ઝન ને યોગ્ય રીતે મરામત કરવામાં આવે તેવી પણ માગણી ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસાને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યાં છે. જો યોગ્ય રીતે ડાયવર્ઝનની મરામત કે પુલ નિર્માણનું કામ ઝડપથી નહીં કરવામાં આવે તો વરસાદી પાણી ભરાવાની શકયતાઓ વધી જશે. અને ગ્રામ્ય વિસ્તારને જોડતો માર્ગ બંધ થઇ જશે. હવે જોવું રહ્યું કે, તંત્ર દ્વારા ચોમાસા પહેલાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવે છે કે નહીં.

અન્ય સમાચારો પણ છે...