આત્મ વિલોપનનો પ્રયાસ:માણાવદરમાં જમીન પચાવવાની વાત મુદ્દે વૃદ્ધે કોર્ટ કમ્પાઉન્ડમાં જ પેટ્રોલ છાંટી કાંડી ચાપી

માણાવદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાઝી જતા જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

માણાવદરમાં જમીન પચાવી પાડવાની કોઈ વાત મુદ્દે વૃદ્ધ કોર્ટ કમ્પાઉન્ડમાં પહોંચ્યા હતા. જ્યા શરીર પર પેટ્રોલ છાંટી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. અને દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ અંગેની મળતી વિગત મુજબ માણાવદર શહેરમાં રહેતા ધીરૂભાઈ રણછોડભાઈ ગોહેલનું મકાન કોઈ બે શખ્સ દ્વારા પચાવી પાડવાની કોઈ વાતના મુદ્દે ધીરૂભાઈ કોર્ટ કમ્પાઉન્ડમાં પહોંચ્યા હતા અને જયાં શરીર પર પેટ્રોલ છાંટી કાંડી છાપી દીધી હતી. અને દાઝી ગયા હતા. અને સારવાર માટે પ્રથમ માણાવદર સિવીલ હોસ્પિટલ ખાતે બાદમાં જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા. ધીરૂભાઈએ કહ્યું હતું કે, જમીન પચાવી પાડનાર આ બંને શખ્સ રાજકીય લોકોના ડાબા હાથ હોવાનું કહ્યું હતું. આ બનાવથી માણાવદરમાં ભારે ચર્ચા જાગી હતી.

અન્ય સમાચારો પણ છે...