તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:માણાવદરમાં 27.14 કરોડના ખર્ચે નવા રસ્તા બનશે, કુલ 117.43 કિ.મી.ના રોડને રીકાર્પેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

માણાવદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

માણાવદર તાલુકાના બાંટવા-નાનડિયા-નાકરા માંડોદરા રોડ, માંડોદરા-કોયલાણા-કોઠડી રોડ તથા કેશોદ તાલુકાના ખુંભડી-એપ્રોચ રોડ, મેંદરડા તાલુકાના ખીમપાદર-દાત્રાણા રોડ, વિસાવદર તાલુકાના મેંદરડા વિસાવદર રોડ તેમજ કેશોદ તાલુકાના બાલાગામ-બામણાસા-આખા રોડની કુલ લંબાઈ 40.17 કિ.મી. છે. જે રોડને રીસરફેસિંગ અને ફર્નીસિંગની કામગીરી કરવામાં આવશે.

જ્યારે પંચાયતને લાગુ પડતા રસ્તાઓમાં વંથલી તાલુકાના સેંદરડા એપ્રોચ રોડ, ગોદાઈ એપ્રોચ રોડ, વસપડા એપ્રોચ રોડ, નરેડી-ઝાંપોદડ-ડુંગરી રોડ, ધંધુસર આંબલીયા રોડ તેમજ મેંદરડા તાલુકાના દેવગઢ-રજાવડ-આંબલા રોડ, સાતવડલા એપ્રોચ રોડ, અજાબ-ગઢાળી રોડ, આંબલા-પ્રાંસલી રોડ, સીમાસી-નગડીયા રોડ તેમજ માણાવદર તાલુકાના ગળવાવ-સણોસરા-સરદારગઢ રોડ, જીંજરી-થનીયાણા રોડ, ગળવાવ-સારંગપીપળી-ટીકર રોડ, સીતાણા-ભીતાણા-લાંગડ રોડ, વડા-લીબુડા રોડ, ગણા-ઈન્દ્રા

રોડ,પાદરડી એપ્રોચ રોડ જોઈનીંગ ટુ ફુલરામા આંબલિયા, વડાળા એપ્રોચ રોડ, કોડવાવ-થાપલા-રેવાદરા રોડ, આંબલીયા-બાલાગામ રોડ આમ આ બધા મળી કુલ 77.26 કિ.મી.લંબાઈના રસ્તાઓનો સમાવેશ થાય છે. આ તમામ રસ્તાઓના રીકાર્પેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોડ રસ્તાઓના કામો મંજુર થતા સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ માણાવદર, વંથલી અને મેંદરડા તાલુકાના આગેવાનો, સ્થાનિક લોકોમાં હર્ષ અને આનંદ લાગણી છવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો