માણાવદરની ગાંધી ચોકમાં આવેલી નવાબી બિલ્ડીંગો જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે જેથી આ બિલ્ડિંગોને પાડીને નવી બિલ્ડીંગો બનાવવા માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવજીભાઈ ઝાટકિયાએમાંગ કરી છે. માણાવદર ચોકમાં ગાંધી ચોક ખાતે અનેક નવાબી બિલ્ડીંગો આવેલી છે જેમાંથી મોટાભાગની બિલ્ડીંગો ખંઢેર હાલતમાં ફેરવાઈ ગઈ છે આ બિલ્ડિંગોમાં મોતનું તાંડવ ખેલાશે તો નવાઈ નહીં. કારણકે ગાંધી ચોકમાં નવાબ ગુલાબ મોહીદ્દીનખાને 1945 ના સમયમાં જૂના દરબારગઢ ને તોડીને એક વ્યાપારી સંકુલનું બિલ્ડીંગ બાંધ્યું હતું અને આ બિલ્ડિંગમાં વેપારીઓને વેપાર માટે દુકાનો ભાડે આપતા હતા.
પરંતુ 1948માં જ્યારે આઝાદી મળતા આ બિલ્ડિંગોનું કોઈ સાર સંભાળ ન રખાતા ખંઢેર હાલતમાં ફેરવાઈ ગઈ છે આ નવાબી બિલ્ડીંગોમાં અત્યારે તાલુકા સંઘ, ખેતી બેન્ક, તિજોરી ઓફિસ, આધારકાર્ડ ઓફિસ જેવી અનેક ઓફિસો ની કામગીરી થાય છે પરંતુ આ નવાબી બિલ્ડીંગોની ખંઢેર જેવી હાલત હોવાથી ગમે ત્યારે મોતનું તાંડવ ખેલાશે તેમાં કોઈ બે મત નથી ત્યારે રાજ્ય સરકારે અનેક જગ્યાઓએ જે જૂની બિલ્ડીંગો છે તેને તોડીને નવી બનાવવાનો નિર્ણય કર્યો છે ત્યારે આ બિલ્ડિંગો પણ નવી બને તેવી માંગ માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવજીભાઈ ઝાટકીયાએ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.