માણાવદર તાલુકાના જાંબુડા અને દગડ ગામમાંરાજાશાહી વખતના અલગ અલગ ડેમો આવેલા છે અને આ બંને ડેમો નાના હોવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી વહી જતું હતું ત્યારે ગુજરાત સરકારના પૂર્વ કેબીનેટ મંત્રી અને માણાવદર વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા ના પ્રયાસોથી 211લાખ મંજુર કરવામાં આવેલ હતા.
માણાવદર પંથકમાં બાટવા ખારા ડેમ અને સણોસરા ડેમ મોટા આવેલા છે બાકી નાના ચેકડેમો આવેલા છે ત્યારે જાંબુડા અને દગડ ડેમને ભેગા કરીને એકત્રીકરણ કરવાનું હોવાથી મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થશે અને પંથકમાં પાણીના તળ ઊંચા આવશે જેથી ખેડૂતોને પણ ફાયદો થશે અને નિર્માણ થનાર ડેમમાં 1500 ઘનમીટર સિમેન્ટ કોક્રિટ તથા બે લાખ ઘનમીટર માટીકામ થશે.
જેમા 40MCFT પાણીનો સંગ્રહ થતો હતો આ ડેમ બનવાથી 120MCFT પાણીનો સંગ્રહ થશે. આ બંને ડેમના એકત્રીકરણ નું ખાતમુહૂર્ત પૂર્વ કેબિનેટ મંત્રી અને માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા ના હસ્તે કરવામા આવ્યું હતું.આ તકે તાલુકા પંચાયતના પ્રમુખ નિરવભાઈ પાનસરા, ઉપપ્રમુખ જયેશભાઈ ડાંગર, માર્કેટીંગ યાર્ડના ચેરમેન જગદીશભાઈ મારુ, જાંબુડા ગામના સરપંચ કાનભાઈ જલુ, જીવાભાઈ મારડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.