તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારેબાજી:રાંધણગેસ,પેટ્રોલ, ડીઝલમાં ભાવ વધારાનો માણાવદર કોંગ્રેસે વિરોધ કરી રેલી કાઢી

માણાવદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના વિવિધ વિસ્તારોમાંથી બેનરો, પોસ્ટરો સાથે રેલી કાઢી નારેબાજી કરી

વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી પ્રાજાને ભારે મુશ્કેલી પડી રહી છે. આ ભાવ વધારા મોંધવારી સામે માણાવદર કોંગ્રેસ દ્વારા વિરોધ કરી બેનરો પોસ્ટરો સાથે રેલી કાઢી નારેબાજી કરાઈ હતી.

રાંધણગેસમાં અડીખમ વધારો કરતા ગ્રહેણીઓનું બજેટ ખોરવાયું છે. મધ્યવર્ગના લોકો એક તરફ કોરોનાની બીજી લહેર માંથી સંપુર્ણપણે બહાર નથી આવ્યા ત્યાં સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલમાં ભાવ વધારો કરતા પડ્યા પર પાટા સમાન સ્થિતીનું નિર્માણ થયું છે. દરમ્યાન માણાવદર કોંગ્રેસ દ્વારા ભાવ વધારા સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. સાથોસાથ લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા, નટુભાઇ પોકીયા, અરવિંદભાઈ લાડાણી, વિજયભાઈ ઝાટકીયા સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી રેલી કાઢવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...