કામગીરી:માણાવદરમાં રીવરફ્રન્ટમાં નડતરરૂપ પેશકદમી ઉપર જેસીબી ફેરવી નાખ્યું

માણાવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાંટવા રોડ ઉપરની પેશકદમી તંત્ર દ્વારા હટાવવામાં આવી

માણાવદરના બાંટવ રોડ ઉપર નવ નાલા પુલથી રસાલા ડેમ સુધી રૂ.20 કરોડના ખર્ચે રીવર ફ્રન્ટ મંજુર કરાયો છે. ત્યારે આ પ્રોજેક્ટમાં નડતરરૂપ પેશકદમી ઉપર જેસીબી ફેરવી હટાવવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ માણાવદરમાં સરકારે રીવર ફ્રન્ટ બનાવવાની જાહેરાત કરી હતી. જેના ખાતમૃર્હત બાદ નડતરરૂપ પેશકદમીને હટાવવા વહીવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. પરંતુ નોટિસને ઘણો સમય વિતી ગયો હોવા છતાં લોકો દ્વારા નોટિસનો ઉલાળિયો કરવામાં આવ્યો હતો. અને આ જગ્યા ખાલી ન કરવા હાઈકોર્ટના દ્વારે ગયા હતા.

પરંતુ સરકારી જમીન હોય અને તે રીવરફ્રન્ટ પ્રજેક્ટ માટે ખાલી કરવી જરૂરી હોય. આથી સોમવારે જિલ્લા કલેકટર રચિત રાજના માર્ગદર્શન હેઠળ વંથલી પ્રાંત અધિકારી અનુલ ચૌધરી, માણાવદર મામલતદાર એન.એચ.રામ સહિતના અધિકારીઓની હાજરીમાં આ પેશકદમી હટાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...