માણાવદર માર્કેટીંગ યાર્ડની ચૂંટણી:માણાવદર માર્કેટીંગ યાર્ડની તમામ બેઠકો જવાહરભાઇની પેનલને મળી

માણાવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જવાહરભાઇ સહિત 5 બિનહરીફ થયા બાદ 10 બેઠકો માટે મતદાન થયું હતું

માણાવદર માર્કેટીંગ યાર્ડમાં તમામ બેઠક પર ભાજપ પ્રેરિત ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાની પેનલનો વિજય થયો છે. માણાવદર માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાની પેનલો છેક 1988 થી બિનહરીફ થાય છે.

જોકે, આ વખતે તેમની સામે ધારાસભ્યની ચૂંટણી લડેલા અરવિંદ લાડાણીએ પોતાની પેનલને યાર્ડમાં મેદાને ઉતારી હતી. આમ છત્તાં 16 પૈકી 6 બેઠકો બિનહરીફ થઇ ગઇ હતી. જેમાં ખુદ જવાહરભાઇનો પણ સમાવેશ થતો હતો. બાકીની 10 બેઠકો માટે ગઇકાલે ભારે મતદાન થયું હતું. જેની આજે સવારે મતગણતરી યોજાઇ હતી. અને તમામ 10 બેઠકો પર ભાજપ સમર્થિત જવાહરભાઇની પેનલનો વિજય થયો હતો.

બિનહરીફ ન થવા દેવાનો કોંગ્રેસનો સ્ટંટ: હરસુખભાઈ ગરાળા
વર્ષોથી જવાહરભાઈ ચાવડા આ માર્કેટીંગ યાર્ડના ચેરમેન બને છે. ત્યારે તેઓ બિનહરીફ ના બને એ માટે કોંગ્રેસનો આ માત્ર સ્ટંટ જ હતો. કોંગ્રેસ સમર્થિત ઉમેદવારો પોતાની ડિપોઝીટ પણ ન બચાવી શક્યા. - હરસુખભાઇ ગરાળા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ

ખેડૂતોના હિત માટે મહેનત કરીશું: ડિરેકટર
જવાહરભાઈ ચાવડાના નેતૃત્વમાં ખેડૂતોના નિરાકરણ માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. અને ખેડૂતોના હિત માટે મહેનત કરીશું. - પી. એમ. ઝાલા

વિજેતા ઉમેદવારોને મળેલા મત
1) કેશવાળા રામભાઇ ગોવિંદભાઇ - 516
2) ખોડભાયા કરશનભાઇ દુદાભાઇ - 525
3) ઝાલા પૃથ્વીરાજસિંહ મંગળસિંહ - 520
4) ટાંક અમૃતભાઇ નારણભાઇ - 518
5) દલસાણિયા કાંતિલાલ ખીમજીભાઇ - 522
6) ભેટારિયા ભીમાભાઇ લખમણભાઇ - 511
7) મૈયડ વીરાભાઇ ભીમાભાઇ - 521
8) મેંદપરા નંદલાલ ગોરધનભાઇ - 520
9) સવસાણી પ્રવિણભાઇ હરીભાઇ - 512
10) સેતા આસબાઇબેન હાસમભાઇ - 507

અન્ય સમાચારો પણ છે...