તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:માણાવદરમાં ફોન ન ઉપાડવા બાબતે વીજકર્મીને માર માર્યો

માણાવદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફોલ્ટ ઓફિસમાં જઇ ટેબલ ખુરશીની તોડફોડ પણ કરી

માણાવદર પીજીવીસીએલ કચેરીની ફોલ્ટ ઓફિસમાં ફોન ન ઉપાડવા બાબતે એક શખ્સે ધસી આવી ફરજ પરના એપ્રેન્ટીસને ધોકાથી માર મારી બાદમાં ટેબલ ખુરશીની તોડફોડ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. જેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, માણાવદર પીજીવીસીએલ કચેરીની ફોલ્ટ ઓફિસમાં તા. 11 મેના રોજ સાંજે 4:45 વાગ્યાના અરસામાં મનીષ નારણ મરંઢ (રે. બાવાવાડી) નામનો શખ્સ ધસી આવ્યો હતો.

અને ફરજ પરના એપ્રેન્ટીસ વિરલભાઇ અનિલભાઇ જાની (ઉ. 23) ને ફોન ન ઉપાડવા બાબતે ધોકાથી મારમાર્યો હતો. બાદમાં તેણે ગાળો દઇ ટેબલ પર બાંકડો પછાડી ખુરશી તોડી નાંખી હતી. બનાવ અંગે વિરલભાઇએ તેની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ હેડ કોન્સટેબલ બી. એન. ચાવડા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...