ધમકી:માણાવદરમાં મકાન ખાલી નહીં કરે તો પુત્રોને મારી નાંખીશું, ધમકી

જૂનાગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 હજારની માંગણી, 10 હજાર કઢાવી લીધા, 3 સામે ગુનો

માણાવદરમાં મકાન ખાલી કરવાની કોઈ વાતને લઈ નાણા કઢાવી લીધાનો બનાવ બનતા ત્રણ શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ માણાવદરમાં રહેતા જેતુનબેન યુનુસભાઈ લાજીએ નોંધાવેલી ફરિયાદ મુજબ જેતુનબેન અને અન્ય સભ્યોને મકાન ખાલી કરાવવાનાં મુદ્દાને લઈ ગાળો ભાંડી હતી. તેમજ જો મકાન ખાલી નહીં કરે તો આ મહિલાનાં પુત્રોને મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ ખોટી ફરિયાદ કરવા પણ જણાવ્યું હતું.

આ ઉપરાંત નીસાર ઉર્ફે બાપુડી કાર લઈ જેતુનબેનનાં ઘર પાસે આવી છરી બતાવી હતી. તેમજ ભાવેશ ખંઢેરા કોઈ ફરિયાદ કરવા દવાખાનામાં દાખલ કરાવ્યો છે. એમ કહી જેતુનબેનનાં પુત્રને અગાઉ કરેલ ફરિયાદમાં સમાધાન કરી લેવા રૂ.25000ની માંગણી કરી હતી. તેમજ આ મહિલા અને અન્ય સભ્યોને ફરિયાદનો ડર બતાવી રૂ.10000ની કઢાવી લીધા હતા. બાકીનાં નાણાં પાછળથી આપવા આ મહિલાએ કહ્યું હતું. બાદમાં નીસાર ઉર્ફે બાપુડી સોહિલ ઉર્ફે બાપુડીનાં કહેવાથી જેતુનબેનનાં દિકરાને ફોન કરી ધમકીઓ આપી હતી. જેથી આ ત્રણેય શખ્સ વિરૂદ્ધ માણાવદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...