માણાવદર ધર્મ જાગરણ સમિતી દ્વારા હડમતાળી હનુમાનજી મંદિરે ધર્મસંદેશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મ રક્ષા દ્વારા રાષ્ટ્ર રક્ષાના ધ્યેય સાથે ચાલતા અભિયાન અંતર્ગત સંસ્કૃતિ મંથનની આવશ્યકતાને લઈને ધર્મ સંસ્કૃતિનું મંથન માટે આ સભાનું યોજાઇ હતી. આ ધર્મસભાને મહંત ધનજયદાસજીએ કહ્યું હતું કે, જ્ઞાતિ, જાતિના ભેદભાવ છોડી દરેક હિન્દૂ એક બની રાષ્ટ્રવાદ પેદા કરે. હિન્દૂ ધર્મ અને રાષ્ટ્રને બચાવવા માટે સંતોનું યોગદાન અગ્રેસર છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે દરેક તાલુકામાં એક ગુરુકુળ હોવું જોઈએ. જેથી આપણા બાળકને અભ્યાસની સાથે સંસ્કૃતિનું જ્ઞાન મળી શકે.
જો બાળકમાં સંસ્કૃતિ જ્ઞાન નહીં હોય. તો રાષ્ટ્રપ્રેમની ભાવના કઈ રીતે થશે. માટે તાલુકામાં એક ગુરુકુળનું નિર્માણ કરો. તેવી પણ માર્મિક ટકોર કરી હતી. તાલુકાની ધર્મ જાગૃત પ્રજાએ લાભ લીધો હતો. આરએસએસ તાલુકા કાર્યવાહક ગોવિંદભાઇ ડઢાણીયા, સંઘચાલક ભાવેશભાઈ માકડીયા, પંકજભાઈ બુટાણી તેમજ અગ્રણી ઉદ્યોગપતિ નારણભાઇ સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ સંચાલન કિશોરભાઈ કણજારીયાએ કરેલ હતું. આભારવિધિ નિમિત રાવલે કરી હતી. આ ધર્મસભાને સફળ બનાવવા નયનભાઈ, હિરેનભાઈ, રીકેનભાઈ, ભવિકભાઈ પ્રભુદાસભાઈ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.