ચૂંટણી:જવાહરભાઇ ભાજપમાં ભળ્યા પછી યાર્ડમાં ચૂંટણી

માણાવદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માણાવદર યાર્ડમાં 27 વર્ષથી બિનહરીફ થતા તા, વિધાનસભાના હરીફે જ પેનલ ઉતારી

માણાવદરના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા ભાજપમાં ભળ્યા બાદ આ વખતે માણાવદર માર્કેટીંગ યાર્ડમાં ચૂંટણી યોજાઇ છે. જોકે, જવાહરભાઇ પોતે અને બીજા 5 સભ્યો બિનહરીફ થયા છે ખરા. પણ બાકીની 10 બેઠકો પર તેમની સામેજ વિધાનસભાની ચૂંટણી લડેલા અરવિંદ લાડાણીએ પોતાની પેનલ ઉતારી છે. આ રીતે અહીં 27 વર્ષે ફરી ચૂંટણી થઇ છે.

માણાવદર યાર્ડમાં વર્ષોથી જવાહરભાઇ ચાવડાની પેનલો બિનહરીફ થતી રહી છે. અને તેઓ ચેરમેન બનતા રહ્યા. આ વખતે જવાહરભાઇ ચાવડા ઉપરાંત કુરાણી જયેન્દ્રભાઇ જેઠાભાઇ, ચાવડા રાજાભાઇ કાનાભાઇ, ઝાલા વરજાંગભાઇ ખીમાભાઇ, પઢારિયા દેવદાસભાઇ ભાણાભાઇ અને મારુ જગદીશભાઇ કાનાભાઇ બિનહરીફ થયા છે. જ્યારે બાકીની 10 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં કુલ 693 માંથી 618 મત પડતાં મતદાનની ટકાવારી 88.92 ટકા નોંધાઇ છે.

આ 20 ઉમેદવારો વચ્ચે જંગ કેશવાળા રામભાઇ ગોવિંદભાઇ, ખોડભાયા કરશનભાઇ દુદાભાઇ, ખોડભાયા વિરમભાઇ ભીમાભાઇ, ચાવડા રામભાઇ લાખાભાઇ, છૈયા મેણંદભાઇ દેવાયતભાઇ, જસાણી દિલીપકુમાર વિરજીભાઇ, ઝાલા પૃથ્વીરાજસિંહ મંગળસિંહ, ટાંક અમૃતભાઇ નારણભાઇ, દલસાણિયા કાંતિલાલ ખીમજીભાઇ, ભેટારિયા ભીમાભાઇ લખમણભાઇ, ભેટારિયા વિરમભાઇ ખીમાભાઇ, મારૂ નાથાભાઇ જીવરાજભાઇ, મીનીપરા પ્રભુદાસ મનજીભાઇ, મૈયર વીરાભાઇ ભીમાભાઇ, મેંદપરા નંદલાલ ગોરધનભાઇ, લાડાણી અરવિંદભાઇ જીણાભાઇ, સવસાણી પ્રવિણભાઇ હરીભાઇ, સેતા આસબાઇબેન હાસમભાઇ, સોલંકી ભીખનભાઇ વકમાતભાઇ અને હુંબલ અરવિંદકુમાર મેરામભાઇ.

અન્ય સમાચારો પણ છે...