કાર્યક્રમો યોજાયા:શિક્ષણ સ્વલક્ષીની સાથે સમગ્રલક્ષી હોવું જોઈએ : મુક્તાનંદ બાપુ

માણાવદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માણાવદરનાં શૈક્ષણિક સંકુલમાં 32માં સ્થાપના દિવસે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા

માણાવદરની જે.એમ.પાનેરા આર્ટસ, કોમર્સ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ કોલેજ દ્વારા સંસ્થાના 32માં સ્થાપના દિને ભૂતપૂર્વ છાત્રોનું સ્નેહમિલન, વાલી મિલન, પ્રતિભા સંપન્ન છાત્રોનું સન્માન સહિત કાર્યક્રમો યોજાયા હતા.જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, ભારત સાધુ સમાજનાં અધ્યક્ષ મુક્તાનંદ બાપુ ઉપસ્થિત રહ્યાં હતા.

મુક્તાનંદ બાપુએ કહ્યું હતુ કે, આ સંકુલ પંથકનું વિરાટ વટવૃક્ષ બન્યું છે. તેમજ શિક્ષણ સ્વલક્ષીની સાથે સમગ્રલક્ષી પણ હોવું જોઈએ જેનાથી માણસમાં ભગવાનનું ચિંતન કરવાની સાથે વિવેક બુદ્ધિનો ઉપયોગ માનવ સેવાના કાર્યમાં થાય. તેમજ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે આજે દીકરા કરતા દીકરીઓ શિક્ષણમાં વધુ આગળ છે હવે દીકરાઓને પણ આ ક્ષેત્ર આગળ આવે તેવી માર્મીક ટકોર કરી હતી.

ઉપરાંત રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામનું ઉદાહરણ આપીને તેમના લેખીત "અગનપંથ’ પુસ્તકનું વાંચન કરવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત સંસ્થાના સ્થાપક જેઠાભાઈ પાનેરાએ કહ્યું હતું કે, અહીંયા શિક્ષણની સાથે છાત્રોને સર્વાંગી વિકાસ પણ કરાઈ છે.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથના આગેવાનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સી.આર. પાટીલની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી પુસ્તક દ્વારા જ્ઞાનતુલા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...