લમ્પીનો કહેર યથાવત:માણાવદરમાં પશુના મૃતદેહ ખુલ્લામાં રઝળતા જોવા મળી રહ્યાં છે

માણાવદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોમાં રોષ, 24 કલાક લોકોની અવરજવર રહેતી હોય, મૃતદેહ નિકાલ કરવાની માંગ કરવામાં આવી

હાલ લંમ્પી વાયરસ હાહાકાર મચાવ્યો છે ત્યારે જ કોઈ દ્વારા આવી રીતે પશુઓના મૃતદેહો નખાતા લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે અને જૂનાગઢ હાઇવે હોવાથી 24 કલાક વાહનોની અવરજવર ચાલુ હોય છે ત્યારે આવી રીતે મૃતદેહો નખાતા માથું ફાટી જાય તેવી દુર્ગંધ ફેલાઈ રહી છે અને જેના કારણે આજુબાજુના ગામમાં આ મૃતદેહની દુર્ગંધ ફેલાઈ રહી છે તાત્કાલિક સમયમાં નિકાલ થાય તેવી માંગ કરી છે.

કાર્યવાહી કરવામાં આવશે : ચીફ ઓફિસર
આ અંગે પાલિકાના ચીફ ઓફિસર એચ.કે. નંદાણીયા જણાવ્યું હતું કે આ મૃતદેહો પાલિકા દ્વારા નાખવામાં આવેલ નથી તેમ જ પાલિકા દ્વારા નાખવાનો કોન્ટ્રાક્ટ પણ આપેલ નથી. ત્યારે જે લોકોએ આવી રીતે ખુલ્લામાં મૃતદેહો નાખેલ છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

ચગીયામાં મૃતક પશુઓની અંતિમવિધી કરાઈ
સુત્રાપાડાનાં ચગીયા ગામે અત્યાર સુધીમાં લમ્પીથી 70 થી 80 પશુઓ મોતને ભેટ્યા હોય અને મૃતદેહોની અંતિમવિધી માટે વિપુલભાઈ બારડ દ્વારા જેસીબીની વ્યવસ્થા કરાઈ હતી. આ ઉપરાંત સરપંચ, ઉપ સરપંચ ગટુભાઈ બારડ સહિત 8 થી 10 સેવાભાવિ યુવાનો દ્વારા મૃતક પશુઓની અંતિમવિધી કરાઈ રહી છે.} તસ્વીર. કિશોરસિંહ જાદવ

અન્ય સમાચારો પણ છે...