કપાસની હરાજી:માણાવદરમાં કપાસનો ભાવ ઓલ ટાઇમ હાઈ, 2131થી ખરીદી શરૂ

માણાવદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
માણાવદર માર્કેટીંગ યાર્ડમાં કપાસની આવક શરૂ થવા લાગી છે ત્યારે ખેડુતો પોતપોતાનાં વાહનોમાં ગાંસડી ભરી-ભરીને કપાસ લાવી રહ્યાં છે. યાર્ડની બહાર આ રીતે વાહનોનાં થપ્પા લાગ્યા હતા. - Divya Bhaskar
માણાવદર માર્કેટીંગ યાર્ડમાં કપાસની આવક શરૂ થવા લાગી છે ત્યારે ખેડુતો પોતપોતાનાં વાહનોમાં ગાંસડી ભરી-ભરીને કપાસ લાવી રહ્યાં છે. યાર્ડની બહાર આ રીતે વાહનોનાં થપ્પા લાગ્યા હતા.
  • યાર્ડમાં 200થી વધુ ખેડૂતો આવતા 9000 મણ કપાસની હરાજી થઇ

માણાવદરમાં કપાસનો ભાવ ઓલ ટાઇમ હાઇ રહે છે. ત્યારે યાર્ડનાં ચેરમેને રૂ.2131માં તપાસની ખરીદી કરી હતી. માણાવદરને કપાસનું માનચેસ્ટર ગણાય છે. માણાવદર પંથક અને ઘેડ પંથકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર થાય છે.

ત્યારે આ વર્ષે કપાસનાં ભાવ પણ સારો હોવાથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. માણાવદર યાર્ડ ખાતે 200થી વધુ ખેડૂતો પાતાનો કપાસ વેચવા આવી પહોંચ્યાં હતા. ત્યારે આજરોજ 9000 મણથી વધુ કપાસની હરાજી કરવામાં આવી હતી.

જેમાં યાર્ડના ચેરમેન અને પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ વાળા જગદીશભાઈ મારૂએ ઉંચી બોલી લગાવી 2131માં કપાસની ખરીદી કરી હતી. આ સમયે તેઓએ જણાવ્યું હતું કે ખેડૂતોને ઉત્પાદનનાં પૂરતા ભાવ મળે તે માટે હું સતત પ્રયત્નશીલ રહીશ ત્યારે આજે પોતે જ કપાસના ભાવની ઊંચી બોલી લગાવીને કપાસ ખરીદતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...