તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેક રિટર્ન:વંથલીમાં એસી અને ટિવી ખરીદી રૂપિયા ન ચૂકવ્યા

માણાવદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

માણાવદરના એક શખ્સે વંથલીની એક દુકાનેથી 2 એસી, ટિવી સહિતની વસ્તુઓ ખરીદી હતી. અને રૂ. 80,850 નો ચેક આપ્યો હતો. એ રિટર્ન થતાં તેની સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, માણાવદરના મહેશભાઇ વિરમભાઇ રાઠોડ નામના શખ્સે વંથલીના જગદીશભાઇ છોટાલાલ શીંગાળાની દુકાનેથી 2 એસી, એલઇડી ટીવી, ગેસ સ્ટવ, મીક્સચર, સીલીંગ ફેન, સ્ટેબિલાઇઝર, ઇસ્ત્રી સહિતની વસ્તુઓ લીધી હતી. અને તેનો રૂ. 80,850 નો ચેક આપ્યો હતો. જે રિટર્ન થતાં જગદીશભાઇએ મહેશભાઇ સામે વંથલી પોલીસમાં છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ પીએસઆઇ એસ. એન. ક્ષત્રિય ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...