નિલેશ પાણખાણિયા
શાપુર જંકશન થી શાપુર સરાડીયા રેલવે લાઇન આઝાદી પહેલા એટલે કે 15 ફેબ્રુઆરી 1910ના રોજ એટલે કે 112 વર્ષ પહેલા શાપુર માણાવદર વચ્ચે 15.86 માઈલની રેલવે સેવા નવાબી શાસનમાં શરૂ થઈ હતી. ત્યારબાદ પ્રજા પ્રિય નવાબી શાસનને માણાવદરથી બાંટવા સરાડીયાની રેલવે લાઇન 15મે 1915ના રોજ 7 માઈલની રેલ્વેનાઈઝ શરૂ થઈ હતી. આમ શાપુર - વંથલી - માણાવદર - બાંટવા અને સરાડીયા વિસ્તારનો ઝડપી વિકાસ થાય તે માટે ભવિષ્યમાં ભાદર પૂલ પર રેલ્વે લાઈનથી વાંસજાળીયાને જોડી દેવાથી પોરબંદર સુધી જોડાઈ શકે તેમ હતી.
અને કુતિયાણા- રાણાવાવ- ઉપલેટા સહિતના વિસ્તાર ધમધમતો રહી શકે તેમ નવાબી શાસકો ઈચ્છતા હતા. પરંતુ 1983માં શાપુર વંથલી ઓઝત નદીના પુર હોનારતમાં થતા સાપુર સરાડીયા રેલ્વે લાઈન નો કચ્ચણ ઘાણ થયો. અને ત્યારથી જ માણાવદર બાંટવા વંથલી વિસ્તારનો સુવર્ણકાળ આથમવવાની શરૂઆત થઈ હતી.} તસ્વીર. નિલેશ પાણખાણિયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.