દંપતિનું સન્માન:માણાવદર પંથકના શિક્ષક દંપતિને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો; પુરસ્કારની રકમ શાળામાં જ આપી

માણાવદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત 5 સપ્ટેમ્બરનાં રોજ શિક્ષક દિવસ નિમીતે સન્માન કરવામાં આવ્યું હતું

5મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે વર્ષ 2022ના માણાવદર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે દક્ષેશ જેન્તીલાલ ભોજાણી અને પ્રિયંકાબેન ભૂત (દંપતી)એ સિદ્ધિ હાંસલ કરી છે. જે માણાવદર શિક્ષણ જગત માટે આનંદ અને ગૌરવની બાબત છે દક્ષેશભાઈ ભોજાણી કોઠડી પ્રા. શાળામાં અને પ્રિયંકાબેન ભૂત મટીયાણા પ્રા. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શિક્ષક દંપતીએ પોતાની શાળાઓમાં શૈક્ષણિક ફરજ ઉપરાંત સામાજિક, ધાર્મિક, રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણ માટે નવી દિશા આપી છે.

વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓ નિખરે અને સુંદર પ્રતિભા પાંગરે તેવા અનેક પ્રયત્નો આ શિક્ષક દંપતી હર હંમેશ કરતું રહ્યું છે. ફરજ નિષ્ઠાની સાથે શિક્ષક તરીકેના કાર્યને નૈતિક જવાબદારી સમજીને આ દંપતી તન-મન-ધનથી સખત પરિશ્રમ કરે છે. અને મંત્રી દેવાભાઈ માલમ, અધિકારીઓની ઉપસ્થિતીમાં આ દંપતિનું સન્માન કરાયું હતું. અને પુરસ્કાર રૂપે મળેલી રકમ શાળામાં જ વાપરવાનો નિર્ધાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...