માંગ:માણાવદરમાં ફરસાણના ભાવ ઘટાડવા CMને કરાઈ રજૂઆત

માણાવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિપાવલીનાં તહેવારમાં મિઠાઇ અને ફરસાણનાં વેંચાણમાં પણ વધારો થતો હોય છે ત્યારે ભાવ ઘટાડવા માંગ કરાઇ

માણાવદરમાં શહેરમાં ઘણા સમયથી ફરસાણ અને મીઠાઈના ભાવ લૂંટવામાં આવ્યા છે ત્યારે આ લૂટ રોકવા માણાવદરના પરેશભાઈ અઢિયા સહિતના લોકોએ મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા ફરસાણના ઉપયોગમાં લેવાતા કાચો માલ જેવા કે ચણાનો લોટ, તેલ અને ખાદ્ય ચીજોમાં ભાવ આસમાને પહોંચતા વેપારીઓ દ્વારા ફરસાણનો ભાવ વધારેલો હતો

પરંતુ આજે તમામ કાચા માલમાં ભાવ ઘટ્યા છે ત્યારે હજુ સુધી ફરસાણમાં કોઈ ભાવ ઘટાડો થયો નથી અને જેના કારણે મધ્યમ વર્ગના લોકો પિસાઈ રહ્યા છે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે તેલનાં 1800 થી 2000 અને ચણાના લોટના 1200 હતા ત્યારે ફરસાણના કિલોના 300 રૂપિયા ભાવ લેવામાં આવતો હતો પરંતુ તેલના 3000 અને લોટના 1600 થતા વેપારીઓએ 400 રૂપિયા જેવો ભાવ રાખવામાં આવેલો હતો

પરંતુ આજે તેલના 2000 લોટમાં ફરીથી 1200જેવા ભાવ થતા છતાં પણ હજુ સુધી ફરસાણના કિલોના 400 જ લેવાય છે ત્યારે આ ભાવ ઘટાડવા પરેશભાઈ અઢિયા સહિતના હોય માણાવદર મામલતદાર, જુનાગઢ કલેક્ટર, મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી છે.

લગ્નસરાની સિઝનમાં ફુડ પોઇઝીંગનાં બનાવો બનતા હોય છે
લગ્નસરાની સિઝનમાં વિવિધ મીઠાઇનું ધુમ વેંચાણ થતું હોય છે. અને આ સમયે પણ ભૂતકાળમાં ફુડ પોઇઝીંગનાં બનાવો બનતા હોય છે. જોકે, આ મુદ્દે પણ તંત્ર સજ્જ બન્યું હતું. અને જે તે સમયે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...