જુનાગઢ જિલ્લામાં લમ્પી વાયરસને ડામવા માટે તમામ અટકાયતી પગલા તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે.ત્યારે જ સાવજ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી તરફથી વધુ 30 હજાર એલએસડી રસીના ડોઝનું યોગદાન આપવામાં આવ્યું છે.
ત્યારે જ નિરીક્ષણ કરવા માટે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષા કંચનબેન ડઢાણીયા, માણાવદર તાલુકા પંચાયતના પ્રમુખ નિરવ પાનસરા, જિલ્લા સહકારી સંઘના પ્રમુખ હસમુખ ગરાળા, સાવજ ડેરીના ડાયરેક્ટર રાજુભાઈ બોરખતરીયા, સહિતના આગેવાનો માણાવદરના સરદારગઢ ગામે આવેલી ગૌ-શાળા ખાતે પહોંચ્યા હતા.અને જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડો. દિલીપ પનારાએ સમગ્ર જિલ્લામાં વાયરસને ખાળવા માટે તંત્ર દ્વારા સારવાર-રસીકરણ સહિતની કામગીરીથી અવગત કરાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.