માણાવદર તાલુકા પંચાયતમાં એક અરજદારે આરટીઆઇ હેઠળ વિવિધકામોને લઈ માહિતી માંગી હતી.જો કે કચેરીએ સમયસર માહિતી ન આપતાં આયોગ દ્રારા દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. માણાવદર તાલુકા પંચાયત કચેરીમાં ગુણવંતભાઈ મિયાત્રા દ્વારા આરટીઆઈ હેઠળ જુદા જુદા ગામોમાં થયેલા કામોને લઈ માહિતી માંગવામાં આવી હતી.અને વારંવાર અરજી આપવા છતાં કોઈ વિગત અપાઈ ન હતી. જેથી ઉચ્ચઅધિકારીઓ સુધી લેખિત રજૂઆત કરાઈ હતી અને સુનાવણી પણ થઈ હતી.
જેથી આયોગ દ્વારા હુકમ પણ કરાયો છે કે અરજદારે માંગેલી માહિતી વિનામૂલ્યે આપવી તથા સમયસર માહિતી ન આપતાં એ સમયના તાલુકા વિકાસ અધિકારી બી.જી મોરી-હાલ (માળીયા)ને 25 હજાર, એ.ડી ચાવડાએ વખતના ટીડીઓ અને હાલ વઢવાણ, સુરેન્દ્રનગર ફરજ બજાવતા હોય તેમને 2 હજાર અને હાલ વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા અને એ સમયે ટીડીઓ તરીકે કાર્યરત એમ.જે બાંભણીયાને 5 હજારનો દંડ ફટકારાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.