તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:સોરઠ પથંકમાં રેલ વ્યવહાર શરૂ કરવાં લેખીત રજૂઆત

માળિયા હાટીના20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વારંવાર રજુઆત કરવા છતાં તંત્રના ઠાગાઠૈયા
 • ઈન્ટર સીટી તથા લોકલ ટ્રેન શરૂ ન થતા રોષ

વેરાવળ અમદાવાદ ઇન્ટર સીટી અને અમદાવાદ વેરાવળ ઇન્ટર સીટી તેમજ રાજકોટ-સોમનાથ અને સોમનાથ-રાજકોટ લોકલ પેસેંજર શરૂ કરવાની ઉગ્ર માંગણી માળિયા હાટીના માંથી કરવામાં આવી છે. કોરોનાનાં કારણે છેલ્લા 10 મહિનાથી ટ્રેન વ્યવ્હાર બંધ હોવાથી સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કેટલાક લોકોની આજીવીકા પણ છીનવાય ગય છે. ત્યારે માળિયા હાટીના સામજીક કાર્યકરો દ્વારા લેખીત આવેદન પત્ર પાઠવી તાત્કાલીક ટ્રેન શરૂ કરવા ઉગ્ર માંગણી કરવામાં આવી છે.

અનેક વાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા પ્રતિકાત્મક પગલા લેવામાં ન આવતા અને રેલ વ્યવ્હાર શરૂ ન કરાતાં સોરઠ પથંક વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેંથી તંત્ર આ બાબતને ઘ્યાને લઈને તાત્કાલીક અમદાવાદ ઈન્ટર સીટી તથા લોકલ ટ્રેન શરૂ કરવા માંગ કરી છે. આમ, ટ્રેન પુન: શરૂ કરવામાં આવે તો મુસાફોરોને પડતી હાલાકી દુર થઇ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો