તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:માળિયામાં એસબીઆઈ સામે વ્યાપક ફરિયાદો, લોકોમાં રોષ

માળીયા હાટીના4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વારંવાર રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ નહીં

માળીયા હાટીનાની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા શાખા સામે ઘણા લાંબા સમય થી વ્યાપક ફરિયાદો સંભળાઈ છે અને બેન્ક મેનેજર પણ પોતાની ઘરની ધોરાજી ચલાવતા હોય જેના કારણે ગ્રાહકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. બેન્કનું સી.ડી.એમ. મશીન અને એટીએમ પણ વારંવાર બંધ હોવાના કારણે ગ્રાહકો ખુબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ અંગે મેનેજર કોઈનું સાંભળતા જ નથી ઊલટાનું ગ્રાહકોને ધમકાવે છે.

નવા ખાતા ખોલાવવા આવતા ગ્રાહકો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. મેનેજર વારંવાર ગ્રાહકો સામે ઉધતાય ભર્યું વર્તન કરે છે. ગ્રાહકો ફરિયાદ બુક માગે છે તો પણ આપતા નથી વારંવાર મેનેજર સાથે ગ્રાહકોને ઘર્ષણ થતું હોવા છતાં પણ મેનેજર પોતે પોતાના બાપની પેઢી હોય એમ વર્તે છે. તમારે જ્યા જાવું હોય ત્યાં જાવ હૂ કોઈ થી બીતો નથી એમ કહે છે. દરમિયાન જ્યારે તેની સામે ગ્રાહકો કાશું જ બોલતા નથી અને ઉચ અધિકારીઓ પણ ગ્રાહકોની ફરીયાદ સાંભળવા તૈયાર નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો