તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ખેડૂત આંદોલનને લીધે ઘઉંની લણણી વિઘે 200 રૂપિયાથી 300 રૂપિયા મોંઘી

ગડુ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પંજાબ-હરિયાણાથીજ હાર્વેસ્ટર ઓછા આવતાં ભાવ વધુ

માળિયા હાટીના તાલુકાના ગડુ અને આસપાસના વિસ્તારમાં ખેડૂતોએ શિયાળુ પાકની લણણી શરૂ કરી દીધી છે. આ વિસ્તારમાં ઘઉંનું વાવેતર વધુ હોવાથી તેની લણણી હાર્વેસ્ટરથી થઈ રહી છે. જોકે, ખેડૂત આંદોલનને લીધે હાર્વેસ્ટર ઓછા આવ્યા હોવાથી લણણીનો ચાર્જ પણ વધુ છે.

માળિયા હાટીના તાલુકામાં ગડુ અને આસપાસના વિસ્તારોમાં અનુકૂળ વાતાવરણ ન હોવાને લીધે ઘઉંનું ઉત્પાદન સરેરાશ ઓછું મળે એવી ભિતી પણ સેવાઇ રહી છે. ત્યારે ગુજરાતમાં ઘઉંની લણણી માટેના હાર્વેસ્ટર પંજાબ અને હરિયાણાથી આવતા હોઇ આ વર્ષે સિંધુ બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને લીધે હાર્વેસ્ટર ઓછા આવ્યા છે. પરિણામે આ વર્ષે ઘઉંની લણણીનો ખર્ચ વધ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એક વીઘાનો ખર્ચ 200 થી 300 રૂપિયા વધુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો