સમસ્યા:35 વર્ષ પહેલાં બુરાઇ ગયેલ પાણીધ્રાનો કુવો ફરી ત્યાં જ બનાવવા માંગ કરાઇ

માળિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ દ્વારા અનેક રજુઆત છતાં પા.પુરવઠા બોર્ડ ધ્યાન આપતું નથી

માળિયા તાલુકાના પાણીધ્રા ગામે 35 વર્ષ પહેલા બુરાયેલા કુવાને ત્યા જ ફરીથી બનાવવા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા માંગ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી પાણી પુરવઠા બોર્ડ દ્વારા બનાવી દેવામાં આવ્યો નથી. વાત એમ છે કે, પાણીધ્રા ગામના સરપંચ આનંદગીરી અપારનાથીએ જે જગ્યાએ કુવા બુરાઇ ગયો છે ત્યા હાલ 10 ફૂટનો ખાડો છે. ત્યા જ ફરી પાછો કુવા બનાવવા પાણી પુરવઠા બોર્ડ જૂનાગઢ અને વેરાવળને ત્રણ વર્ષ પહેલા રજુઆત કરાઇ હતી. જેને પગલે પૈસા પણ ભરી દેવાયા હતાં. છતાં આજે 3 વર્ષ પુરા થઇ જવા છતાં મંજુર થયેલુ કામ થતું નથી. ત્યારે આ કામને જો 15 દિવસમાં પૂર્ણ કરવામાં નહી આવે તો, ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...