તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભય:માળીયામાં ટેલીફોનનો થાંભલો પડું-પડું

માળિયા હાટીના6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર કોઇ મોટો અકસ્માત થવાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે
  • સ્થાનિકો દ્વારા મામલતદાર તથા ટેલીફોન ખાતાને રજૂઆત કરવામાં આવી

માળિયા હાટીનામાં કૈલાશ ગરબી ચોકમાં ટેલીફોનનો થાંભલો ઘણા સમયથી પડું-પડું થઈ રહ્યો છે. સાવ ખાંગો અને આડો થઈ ગયેલ જર્જરીત થાંભલો ક્યારે પડે એનુું કાઈ નક્કી નથી. જેના કારણે આસપાસમાં રહેતા પડોશીઓમાં ભયનો માહોલ ફેલાયો છો. જ્યારે અહીંથી નિકળતાં રાહદારીઓ પણ બીકમાં પસાર થઈ રહ્યા છે.

આ થાંભલો જ્યારે પડશે ત્યારે અહીંથી પસાર લોકોના માથા પણ ભાંગશે અને હાથ-પગ પણ ભાંગશે તેવુ લાગી રહ્યું છે. માટે મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા પડોસી પાસે થી સહી કરાવી થાંભલાને પડવા માટે ટેલીફોન ખાતાને અને મામલતદારને લેખિત જાણ કરાઈ છે. પરંતુ ટેલીફોન ખાતું કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...