ક્રાઈમ:માળિયા હાટીનામાં વકિલ પર હુમલો કરનાર 3ની અટક

માળિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થોડા દિવસ પહેલા બનાવ બન્યો હતો
  • ઈજાગ્રસ્ત જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

માળિયાહાટીનામાં થોડા દિવસ પહેલાં એડવોકેટ પંકજભાઈ પ્રભુદાસભાઈ જોશી પર તેમના નિવાસ સ્થાન નજીક લોખંડનાં પાઈપ અને પાવડાનાં હાથા વડે હુમલો થયો હતો. અને માથા અને હાથપગનાં ભાગે ઈજા પહોંચી હતી. હાલ જૂનાગઢ સારવાર લઈ રહ્યાં છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અને દર્શનપરી જગદીશપરી, વિશાલ વિક્રમભાઈ, અરમાન ઈશ્માઈલભાઈની ધરપકડ કરી હતી. અને આરોપીઓનાં કોરોના રીપોર્ટ બાદ કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...