તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસટીની અસલામત સવારી:માળીયામાં ચાલતી એસટી બસનાં પાછળના વ્હીલનો જોટો નીકળી ગયો, તંત્રની ઘોર બેદરકારી

માળિયા હાટીના22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત એસટીની સલામતી સવારીનું સુત્ર ઘણી વખત ખોટું સાબિત થતું જોવા મળતું હોય છે. ત્યારે માળિયા બસ સ્ટેશનથી નીકળેલી બસ વીરડી રોડ પર પહોચતા પાછળના ટાયરનો જોટો નીકળી ગયો હતો. કેશોદ એસટી ડેપોની જૂનાગઢ-પાણકવા વાયા માળિયા હાટીના એટસી બસ બપોરના સમયે માળિયા બસ સ્ટેશનથી નીકળી હતી.

દરમ્યાન વીરડી રોડ પર આવેલા રૂદ્રેશ્વર મહાદેવના મંદિર પાસે બસના પાછળના ટાયરનો જોટો બસથી છુટો પડી ગયો હતો. જો કે બસના ડ્રાઈવરની સમય સૂચકતાના લીધે મુસાફરોને કોઈપણ જાતની ઈંજા પહોચી ન હતી. પરંતુ ઘટનાથી મુસાફરોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. આમ રોડ ઉપર ચાલતી બસે ટાયર નીકળી જતા એસટી વિભાગની ઘોરબેદરકારી સામે આવી હતી.

અન્ય સમાચારો પણ છે...