શ્રદ્ધા:બુધેચામાં 500 વર્ષ પહેલાં ગૌરક્ષા માટે શહીદ થનારની ખાંભી

માળિયા હાટીના24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાજુમાં ગેબનશા પીરની મસ્જીદ, મુસ્લિમો સુરાપુરાની પણ સેવાપૂજા કરે છે

હાટી ક્ષત્રિય સમાજના સિસોદિયા પરિવારના વંશજ હઠીસિંહજીએ રાજસ્થાનથી ગુજરાત આવી હાલ માળિયા હાટીના તાલુકાના બુધેચા ગામે પોતાની રાજધાની સ્થાપેલી. માળિયા હાટીના તાલુકા કરણી સેનાના પ્રમુખ માનસિંહભાઈ સિસોદિયા કહે છે, આજથી પાંચસો વર્ષ પહેલાં ગાય માતાની રક્ષા કાજે સિસોદિયા વંશના વિર યોદ્ધા વીરગતિ પામ્યા હતા. તેમની ખાંભીનો પાળિયો હાલ બુધેચા ગામમાં છે.

અત્યારે જોકે, બુધેચા ગામમાં સિસોદિયા પરિવારનું એકપણ કુટુંબ નથી. ખાંભી બુધેચા ગામે ગેબનશા પીરની મસ્જીદની બાજુમાંજ આવેલી છે. આથી ગામના મુસ્લિમ સમાજના લોકો મસ્જિદની સાથે સિસોદિયા પરિવારના સુરાપુરા બાપાની પણ શ્રદ્ધાપૂર્વક સેવાપૂજા કરે છે. તેની આસપાસમાં પણ સફાઈ રાખી હિન્દુ મુસ્લિમ એક્તાની ઝાંખી કરાવે છે. ગામના પાદરમાં પ્રાચીન હાટી તળાવ આવેલું છે. તેની બાજુમાં સિસોદિયા પરિવારના કુળદેવી ચામુંડા માતાજીનું ભવ્ય મંદિર પણ છે. જેમાં તમામ સમાજનો સિસોદિયા પરિવારને સહકાર મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...