નુકસાનની ભિતી:ગડુ પંથકમાં છેલ્લા 15 દિવસમાં 25 ઇંચ વરસાદ ખાબકી ગયો

ગડુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદના કારણે જમીનમાં ધોવાણ થતાં મોટા પ્રમાણમાં નુકસાનની ભિતી

સૌરાષ્ટ્રમાં ઓગસ્ટ મહિનામાં સાર્વત્રીક વરસાદ નોંધાયો છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ગડુ પંથકમાં છેલ્લા પંદર દિવસમાં 25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. શરૂઆતના સમયમાં વરસાદ પડ્યો નહીં તેથી ખેડૂતો ટપક પદ્ધતી, ફવારા જેવા નુક્સા અપનાવી પોતાના વાવેતર કરેલા પાકનું જતન કર્યું હતું. અને શ્રાવણ મહિનામાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો.

ત્યારેબાદ મોળો ભાદરવામાં સાર્વત્રીક વરસાદ પડવાથી ખેડૂતોએ વાવેલા મગફળી સહિત ચોમાસું પાકમાં નુકશાની થાય તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે. મગફળીના પાકને ત્રણ મહિના જેટલા ટૂંકા સમયમાં વધારે વરસાદ પડવાને લીધે જમીનની અંદર રેસ ફૂટવાનું શરૂ થઈ ગયું છે. તેના હિસાબે મગફળીમાં આવેલ આગોતરો ફાલ સડી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સારા વરસાદના કારણે જમીનનું ધોવાણ થતાં ગડુ આસપાસના વિસ્તારમાં મોટા નુકસાનની ભીતી વર્તાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...