તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના:માળિયાથી ચૂલડી સુધીનાં 15 કિમીનાં રોડનું ખાત મૂહુર્ત કરાયું

માળીયા હાટીના4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રૂ.6.75 કરોડના ખર્ચે 3 મિટર રોડને સાડા 5 મિટર પહોળો કરી નવો બનાવાશે

પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સંસદ રાજેશ ભાઈ ચુડાસમાની મહેનત થી માળીયા હાટીના થી વડીયા, ઇટાલી અને ચૂલડી સુધીનાં 15 કી.મી.નાં ડામર રોડનું ખાતમૂહુર્ત કરાયું જેમાં માળીયા હાટીના વડીયા ચોકડી પાસે આવેલા રૂદ્રેશ્વર મહાદેવનાં મંદિર પાસે રાજેશ ભાઈ અને દિલીપ ભાઈ દ્વારા શ્રીફળ વધારી ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

જેમાં પંચાયતનાં પ્રમુખ દિલીપ સિસોદિયા ભાજપ પ્રમુખ રાજેશ ભાલોડીયા, હમીર સિંહ સિસોદિયા, ડી. કે. સિસોદિયા બચું સિસોદિયા સહિત સમગ્ર ભાજપની ટીમ હાજર રહી હતી. માળીયા થી ચુલડી સુધીનો 15 કી.મી.નો રોડ અત્યારે સીગલ પટીનો ત્રણ મીટરનો રોડ હવે સાડા પાંચ મીટર પહોળો રોડ રૂ.6.75 કરોડનાં ખર્ચે બનાવામાં આવી રહ્યો છે. આ રોડના લીધે વાહન ચાલકોમાં માળીયા થી તાલાલા ગીર અહીંથી ખુબજ નજીક થતું હોવાથી અનુકૂળ રહેશે.

માળીયાના રૂ.27 લાખના ખર્ચે સિમેંન્ટ રોડનું કામ શરૂ
સરપંચ નટવર સિંહ સિસોદિયા એ જણાવેલ કે રૂ.27 લાખના ખર્ચે શુવિધાં પંથની ગ્રાન્ટ માંથી આ સિમેન્ટ રોડ 450 મીટરની લંબાઈ સુધી બનશે અને 18 ફૂટ પોહોળો બનાવવામાં આવશે. છેલ્લા ઘણા સમય થી આ રોડ ખખડ ધજ બની જતા અતિ બિસ્માર હાલતથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળતો હતો. જ્યારે શુવીધા પંથની ગ્રાન્ટ માંથી આ સિમેન્ટ રોડ મંજૂર કરવામાં આવતાની સાથે જ રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો