માળિયા હાટીનામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી વખતે અનેક કોંગી આગેવાનો ભાજપમાં જોડાયા હતા. બે દિવસ પહેલાં પણ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા ત્યારે આજે આ સિલસિલો જારી રહ્યો છે. આજે માળિયા હાટીનાના સરપંચ સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાવાનો સિલસિલો માળિયા હાટીનામાં શરૂ થયો છે. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી સમયે અનેક કોંગી આગેવાનો ભાજપમાં જોડાયા હતા. 2 દિવસ પહેલાં પણ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ત્યાં આજે પણ સેંકડો કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
સાંજે 4 વાગ્યે પટેલ સમાજ ખાતે યોજાયેલા એક સમારંભમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, લક્ષ્મણભાઈ યાદવ, દિલીપભાઈ સિસોદિયા, સહિત તાલુકાભરના ભાજપના આગેવાનોની હાજરીમાં કોંગ્રેસના આગેવાન અને માળિયા હાટીનાના સરપંચ નટવરસિંહ સિસોદિયા, પટેલ સમાજનાં આગેવાન જીવનભાઈ અકોલા, દલિત સમાજના આગેવાન વિજયભાઈ સોંદરવા, સહિતના ટેકેદારો કોંગ્રેસે સાથે છેડો ફાડી ભાજપમાં ભળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.