તપાસ:મેઘલ નદીમાંથી અજાણ્યા યુવકની લાશ મળતાં ચકચાર

માળિયા હાટીના24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાશ કોહવાયેલી હાલતમાં હોવાથી યુવક અંગે તપાસ હાથ ધરી, અનેક તર્ક વિતર્કો

માળિયા હાટીનામાં ગીર દરવાજા પાસે આવેલી મેઘલ નદીમાંથી અજાણ્યાં યુવકની કોહવાયેલી લાશ મળી આવી હતી. માળિયા પોલીસે લાશનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી છે.માળિયા હાટીનામાં આવેલ મેઘલ નદીના ગીર દરવાજા પાસે આવેલા બેઠા પુલ પાસેથી 30 વર્ષના એક અજાણ્યા યુવાનની લાશ મળી આવતા આ અંગે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ગ્રામ પંચાયતનો સ્ટાફ પહોંચી લાશને પીએમ માટે માળિયા સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. યુવક ક્યાનો છે તે અંગે પીએસઆઇ મંઘરાએ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...