રજૂઆત:માળિયાના કાણેક ગામે વરસાદી પાણીનો નિકાલ કરવા ઉગ્ર માંગ

માળિયા હાટીનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢના સાંસદે સીએમ ભુપેન્દ્ર પટેલને લેખીત રજૂઆત કરી

માળિયા હાટીના તાલુકાના કાણેક ગામે વારંવાર ભારે વરસાદને કારણે ગામમાં પાણી ભરાઈ જવાની સ્થિતીનું નિર્માણ થાય છે. જેના કારણે પાણીનો નિકાલ ન હોવાથી ગામના લોકો ભયજનક સ્થિતિમાંથી પસાર થવા મજબુર બને છે.

વરસાદી પાણી ભરાઈ જતાં તળાવ જેવા દશ્યો નિર્માણ પામે છે. જે બાબાતે ગામ લોકો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ સમસ્યાનો હલ થયો નથી. કાણેક ગામે વારંવાર ભારે વરસાદને કારણે ગામમાં પાણીનો નિકાલ ન હોવાથી ગામના લોકોને ભયજનક સ્થિતિ ઊભી થાય છે. પાણીનો નિકાલ વહેલી તકે કરવામાં આવે તેવી માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને જૂનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમાને કાણેક ગામના યુવા વિશ્વજીતસિંહ યાદવએ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...