મુશ્કેલી:સોમનાથ- ‌ભાવનગર, રાજકોટ - સોમનાથ લોકલ ટ્રેન શરૂ કરો

મા‌‌ળિયા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પવિત્ર શ્રાવણ માસ નજીક હોઇ સોમનાથ આવતા યાત્રીકોને પડી રહી છે મુશ્કેલી

શ્રાવણ માસને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે સોમનાથ આવતા યાંત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે સોમનાથ- ભાવનગર અને રાજકોટ- સોમનાથ લોકલ ટ્રેન શરૂ કરવાની માંગ ઉઠી છે. સોરઠ રેલવે પેસેન્જર હિતરક્ષક સમીતીના મહેન્દ્રભાઈ ગાંધી સહિતના આગેવાનોએ ઉચ્ચકક્ષાએ કરેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર શ્રાવણ માસને ધ્યાને લઈ સોમનાથમાં યાત્રિકોનો પ્રવાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે.

ત્યારે જ રેલવે વિભાગે પહેલા રાજકોટ- સોમનાથ વચ્ચે ચાલતી 4 ટ્રેન બંધ કરી હતી. જે ફરી શરૂ કરવામાં આવે તો યાત્રિકોને પડતી મુશ્કેલીઓનો અંત આવી શકે છે. આ ઉપરાંત વેપાર- ધંધા અર્થે અપડાઉન કરતા લોકોને પણ રાહત મળી શકે એમ છે.

અન્ય સમાચારો પણ છે...