તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:માળિયાના બાબરા ગામનો 13 વર્ષિય રૂદ્ર રણજી ટ્રોફીમાં રમશે

માળિયા હાટીના23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાની રણજી ક્રિકેટ ટીમમાં પસંદગી થઇ

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના બાબરા ગીર ગામના આગેવાન અશોકભાઈ પીઠિયાના પુત્ર રુદ્રનું બરોડાની રણજી ટ્રોફી ક્રિકેટ ટીમમાં સિલેક્શન થયું છે. ભારતિય રાષ્ટ્રિય ટીમમાં સ્થાન મેળવવા માટે રણજી ટ્રોફી મુખ્ય પ્રવેશ દ્વાર ગણાય છે. અશોકભાઈ એક લોકસેવક છે. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં પોતાના ખર્ચે બરોડાથી ગડુ (ચોરવાડ)ની સરકારી હોસ્પિટલને 3 લાખથી વધુની દવા અને ઓક્સિજનની બોટલોની સહાય કરી હતી. અશોકભાઈ પોતે સારા ક્રિકેટર છે.

તેમના પુત્રની રણજી ટ્રોફીમાં પસંદગી થતાં ઠેરઠેરથી અશોકભાઈ અને રુદ્રને અભિનંદનની વર્ષા થઇ રહી છે. માત્ર 13 વર્ષના રુદ્રને 5 વર્ષનો હતો ત્યારથીજ ક્રિકેટનો શોખ છે. ત્યાં સુધી કે, રાત્રે સૂતી વખતે પણ તે પોતાનું બેટ અને બોલ પથારીમાં પોતાની પાસેજ રાખતો. રૂદ્રના માતા વડોદરામાં એન્જિનિયરીંગ કોલેજમાં પ્રોફેસર છે. જ્યારે અશોકભાઈ પોતે ગડુ શેરબાગ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય છે. તેમનો આખો પરિવાર બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત સત્સંગી છે. અશોકભાઇ આહીર સમાજમાં પણ અગ્રગણ્ય આગેવાન તરીકે નામના ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...