લોકોમાં આનંદ:માળિયા હાટીનાથી વડાળાનો જૂનો રસ્તો બનાવવાના કામ માટે રૂ.1.7 કરોડ મંજૂર

માળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 દાયકાથી બિસ્માર હાલતમાં હતો, વાહન ચાલકો હેરાન પરેશાન થતા’તા

જૂનાગઢ જિ.પં.નાં બાંધકામ સમિતીનાં ચેરમેન અને માળિયા જિ.પં.ના સદસ્ય દિલીપસિંહ એન. સીસોદીયાએ જિલ્લાના બાંધકામ વિભાગમાં કામગીરીને વેંગવંતી બનાવી છે. અને માળિયામાં ત્રણ- ત્રણ દાયકાથી લટકતો પ્રશ્ન હલ કર્યો છે. માળિયાથી વડાળા તરફ જતો જૂનો રસ્તો કે જે સ્મશાન પાસેથી પસાર થાય છે આ રસ્તો અતિ બિસ્માર હતો અને અહીંથી પસાર થતા તમામ વાહન ચાલકો અતિ મુશ્કેલીમાં મુકાતા હતા.

ત્યારે જિ.પં.ના બાંધકામ સમિતીના ચેરમેન દિલીપસિંહ એન સીસોદીયાએ માળિયાથી વડાળા તરફ જતો જુનો રસ્તો બનાવવા માટે તેમજ નદી પરના પુલનું રીનોવેસન અને પુરસંરક્ષણ દિવાલ બનાવવા માટે 1.7 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. દિલીપભાઈની આ કામગીરીથી આ વિસ્તારનાં લોકોમાં આનંદ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...