તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધક્કાખાવાનો વારો:માળિયામાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોના વેક્સિન લેવા ધરમના ધક્કા

માળિયા હાટીના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા મથકેથી વેક્સિનના પુરતા પ્રમાણમાં ડોઝ નથી આવતા : આરોગ્ય કર્મી

માળિયા હાટીનામાં 45 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સિન લેવા માટે હાલ કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરાઈ નથી. છેલ્લા ચાર-પાંચ દિવસ વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે આવતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. વેક્સિનના અભાવે બીજો ડોઝ લેવા માટે આવતા લોકોને ધક્કાખાવાનો વારો આવ્યો છે.

શહેરમાં ચાર સ્થળો પર 45થી વધું ઉમરના લોકો માટે વેક્સિનેશ સેન્ટર ઊભા કરાતા સવારથી જ લોકોની લાંબી કતારો લાગે છે. આમ સવારના 9 વાગ્યાથી સાંજના પાચ વાગ્યા સુધી વેક્સિન લેવા માટે લોકો ભૂખ્યા તરસ્યા લાઈનમાં રહેલા લોકોમાં તણાવ સર્જાઈ છે. તેમા પણ જિલ્લામાંથી ડોઝ ઓછા આવતાં આરોગ્ય કર્મચારીઓ અને લોકો વચ્ચે દરરોજ ઝગડા થાઈ છે.

અન્ય સમાચારો પણ છે...