જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષાના ચોથા દિવસે 5 કોપીકેસ થયા હતા.જ્યારે કુલ 30,767 વિદ્યાર્થીઓમાંથી 744 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. આ અંગે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો.ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વિવિધ 80 કેન્દ્રો ઉપર સેમેસ્ટર-૩ની રેગ્યુલર તથા એક્સટર્નલ ઓફલાઈન પરીક્ષા યોજાઇ રહી છે.
પરીક્ષાના ચોથા દિવસે બીએ, બીએ(હોમ સાયન્સ), બીકોમ, બીએસસી, બીએસસી(હોમ સાયન્સ), બીબીએ, બીસીએ, બીએસસી(ફોરેન્સિક સાયન્સ), બીએસસી (આઈટી), બીએસડબલ્યુ, બીઆરએસની પરીક્ષામાં કુલ 30,767 વિદ્યાર્થીઓમાંથી 744 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.ચોથા દિવસના અંતે જૂનાગઢ ખાતે 3, વેરાવળ ખાતે 1 તથા ગીરગઢડા ખાતે 1 મળીને કુલ પાંચ કોપીકેસ નોંધાયા હતાં. જેમાં બીકોમમાં કોસ્ટ એકાઉન્ટ અને બીબીએમાં ફાઈનાન્સ મેનેજમેન્ટ વિષયમાં કોપીકેસ નોંધાયા હતાં. વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર અનુભવી પ્રાધ્યાપકોની સ્ક્વોડ તથા યુનિ. ખાતેથી CCTV દ્વારા ઝીણવટભર્યું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.