તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ગળોદર ચોકડી પર બાઈકને ઠોકર મારી કાર ચાલક ફરાર, પતિ-પત્નીને ઈજા

માળિયા હાટીના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્નીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

માળિયાની ગળોદર ચોકડી પર અવારનવાર અકસ્માતો સર્જાઈ છે. અને ભુતકાળમાં ઘણા લોકોનો ભોગ પણ લીધો છે. તાજેતરમાં વેરાવળ તરફથી જતી કારે બાઈક ચાલક પતિ-પત્નીને હડફેટે લઈ કાર ચાલક રફુચક્કર થયો હતો.

માળિયા તાલુકાના ચોરવાડ પાસેના ખંભાળિયા ગામના રામભાઈ પરબતભાઈ પટાટ ઉ.55 અને તેમના પત્ની ધીરૂબેન રામભાઈ પટાટ ઉ. 50 બંને પતિ-પત્ની વેવારિક કામ માટે પોતાના બાઈક પર મેંદરડાના દેવગઢ ગામે જતા હતા. દરમ્યાન ગાળોદર ચોકડી પર વેરાવળ તરફ પુર જળપે જતી એક સફેદ કલરની ફોર વ્હીલના ચાલકે બાઈકને ઠોકર મારી ભાગી છુટ્યો હતો. જેમાં પત્નીને માથાના ભાગે ઈજા પહોંચી હતી. બનાવની જાણ તેમના ભત્રીજા કરતા તાત્કાલિક ઘટના સ્થળે આવી વેરાવળ હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...