ગ્રામજનોમાં રોષ:ભાખરવડ ગામે પુન:વસવાટના પ્લોટ મુદ્દે આંદોલનની ચિમકી

માળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેમનું નિર્માણ થતા વિસ્તાર ડુબમાં ગયો હતો, ગ્રામજનોએ રજૂઆત કરી

માળીયાના ભાખરવડ ગામે 2016માં ભાખરવડ ડેમનું કામ પૂર્ણ થતા ગામલોકોને તંત્ર દ્વારા પુન વસવાટ કરવા પ્લોટ ફાળવવામાં આવેલ પરંતુ છ વર્ષ થવા છતાં અત્યાર સુધીમાં માત્ર પચાસ ટકા જ પ્લોટની ફાળવણી કરાઈ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે. તેમજ ભાખરવડ ગામે વસવાટ કરતા લોકોને કોઈ પાયાની સુવિધા હજુ સુધી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલ નથી. 350 જેટલા પરિવારો આ ગામે વસવાટ કરે છે તેમાં પચાસ ટકા લોકોને પ્લોટ ફાળવવામાં આવેલ ન હોય જેથી ગ્રામજનોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે.

તેમજ ગામમાં સરકારની સહાય મુજબનાં શૌચાલયો બનાવવામાં આવ્યા નથી. તેમજ ખેડૂત વર્ગને 300 ચોરસવારનો પ્લોટ તેમજ ખેત મજુરોને 200 ચોરસવારના પ્લોટની ફાળવણી કરાઈ છે જે પણ પચાસ ટકા લોકોને ફાળવણી કરાઈ છે. જેને લઈ ગ્રામજનો દ્વારા અનેક વખત જિલ્લા કલેકટર, મુખ્યમંત્રી, સિંચાઈ વિભાગ તેમજ તાલુકા કક્ષાએ રજૂઆતો કરી હોવા છતાં કોઈ જવાબ પણ મળતો નથી.

તેમજ જે લોકોને પ્લોટની ફાળવણી કરાઈ છે તેની ગ્રામ પંચાયતના રજીસ્ટ્રર 2 નંબરમાં હજુ સુધી ચઢાવવામાં પણ આવ્યા નથી. આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય કરવા મા નહીં આવેતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ગામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...