માળિયાહાટીના પંથકના દેવગામ પાસે આવેલ આંબાકુઈ નાની સિંચાઈ યોજના કાર્યરત છે અને આ ડેમમાં પુષ્કળ પાણી હોવા છતા નજીકના જંગર ગામના ખેડૂતોને સિંચાઈનંુ પાણી અપાતું ન હોય ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને વિધાનસભા ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે.
આ અંગેની મળતી વિગત મુજબ માળિયાહાટીના તાલુકાના દેવગામ પાસે આંબાકુઈ ડેમ આવેલો છે. આ વર્ષે પડેલા સારા વરસાદથી આ ડેમમાં પુષ્કળ પાણી છે. પરંતુ પાસે જ આવેલા જંગર ગીર ગામના 400 ખેડૂતો 20-20 વર્ષથી સિંચાઈના પાણી આપવા માટે રજૂઆત કરી રહ્યાં છે. ગાંધીનગર સુધી રજૂઆતો કરવા છતા કોઈ ઉકેલ આવ્યો નથી. જેથી સરપંચ અને ગ્રામજનોની બેઠક મળી હતી. જેમાં આગામી વિધાનસભા ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો. ખેડૂતોએ કહ્યું હતું કે, આ ડેમ માત્ર દોઢ કિમી જ દૂર છે.
જેથી આ ગામના ખેડૂતોને સહેલાઈથી સિંચાઈનું પાણી મળી શકે તેમ છે. તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે એ જરૂરી છે. આ તકે રામસિંહભાઈ સોલંકી, બાબુભાઈ ડોડીયા, ભગવાનભાઈ બારડ, નરસિંગભાઈ મોરી, કિશનભાઈ બારડ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.