મુશ્કેલી:માળિયા હાટીના ગ્રામ પંચાયતને મોક્ષરથ અર્પણ કરવામાં આવ્યો

માળિયા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતના સભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી રૂ.5 લાખ ફાળવ્યા

માળિયાહાટીનામાં મોક્ષ રથ ન હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી હતી. જેને ધ્યાને લઈ જિલ્લા પંચાયતના સભ્ય અને જૂનાગઢ જિલ્લા બાંધકામ સમિતીના ચેરમેન દિલીપભાઈ નાજાભાઈ સીસોદીયાએ તેમની ગ્રાન્ટમાંથી રૂ.5 લાખની ગ્રાન્ટ મોક્ષરથ માટે ફાળવી મોક્ષરથ માળિયાનાં સરપંચ જીતુભાઈ સીસોદીયાને સોપ્યો હતો.

આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, દિલીપભાઈ દેવાયતભાઈ સીસોદીયા, જિલ્લા સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ, હમીરસિંહ સીસોદીયા, શાંતીલાલ કમાણી, રાજેશભાઈ ભાલોડીયા, મહેન્દ્રભાઈ ગાંધી, દેવજીભાઈ બેરા, હકુભાઈ જોશી,મહેશભાઈ કાનાબાર, પ્રવિણભાઈ ખોડા, ચેતનભાઈ પાલા, રમેશભાઈ કાનાબાર, પ્રવિણભાઈ પાઠક, ઉપસરપંચ સંજયભાઈ ભુત, લખુભાઈ પાલા સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...