તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:માળિયા હાટીનાનું ખોરાસા (ગિર) 40 દિવસ પછી પુન: ધમધમતું થયું

માળિયા હાટીના23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે આખો દિવસ સવારે 8 થી સાંજે 8 સુધી દુકાનો ખુલશે

કોરોનાની મહામારીના કારણે અનેક ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન કર્યું હતું. માળિયા હાટીના તાલુકાના ખોરાસા ગીર ગામે પણ લોકોના સહકારથી 40 દિવસ સુધી બપોરે 2 વાગ્યા પછી લોકડાઉન રાખ્યું હતું. જે હવે ફરી ધમધમતું થઇ ગયું છે.

ખોરાસા ગિર ગામની બજારો સવારે 8 થી બપોરે 2 સુધી ખુલતી હતી. અને બપોરે 2 પછી જડબેસલાક બંધ રહેતી હતી. હવે કોરોનાના કેસો ઘટી ગયા હોઇ આજે 40 દિવસ બાદ સવારે 8 થી સાંજે 8 વાગ્યા સુધી આખો દિવસ ખોરસા (ગિર)ની તમામ દુકાનો ખુલી ગઈ હતી. આમ આજ થી ફરી પાછું ગામ ધમધમતું થઈ ગયું છે. જોકે, રાત્રે 8 થી સવારે 8 સુધી તો લોકડાઉન ચાલુ જ છે. એમ સરપંચ હરેશભાઈ પરમાર અને તાલુકા પંચાયતના સભ્ય અનિલભાઈ લાડાણીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...