આવેદન:માળિયા હાટીનામાં માલધારી સમાજે કહ્યું; તંત્ર ઘરે બાંધેલા ઢોરને પકડી જઈ ટાર્ગેટ પુરો કરે છે

મા‌‌‌ળિયા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમાજનાં લોકોએ સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી, મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું

મા‌ળિયાહાટીનામાં માલધારી સમાજ દ્વારા સુત્રોચ્ચાર સાથે રેલી યોજી મામલતદાર આવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર રસ્તે રખડતા પશુઓને પકડવાને બદલે તંત્ર દ્વારા ટાર્ગેટ પૂરો કરવા પશુ પાલકોના ઘર આંગણે બાંધેલા પશુઓને છોડી દઈ પકડી લેવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. આ ઉપરાંત મહાનગર પાલિકાઓમાં વધતા જતા વિસ્તારને લીધે ટીપી સ્કીમમાં માલધારીઓ માટે કોઈ જોગવાઈ કરાઈ નથી. આ ઉપરાંત પ્રમાણપત્રો મેળવવામાં પડતી મુશ્કેલી સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ તકે કાનાભાઈ કરમટા, પુંજાભાઈ, સરપંચ રામભાઈ ચાવડા, ભોજાભાઈ સીધલ, કરશનભાઈ ખાંભલા, પાંચાભાઈ ચોપડા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા.

પ્રશ્નો હલ નહીં થાય તો આંદોલનની ચીમકી
આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે માંગ નહીં સ્વીકારવામાં આવે તેમજ પડતર પ્રશ્નોનો હલ નહીં કરવામાં આવે તો આગામી દિવસો માં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.સરકાર દ્રારા આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે એ પણ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...