આવેદન:કેશોદ સિવીલ હોસ્પિટલને સ્વ. ધીરૂભાઈ રાજા નામ સાથે જોડો

માળિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘણા વર્ષો સુધી નિસ્વાર્થભાવે સેવા કરી હતી
  • માળિયા હાટીનામાં લોહાણા સમાજનાં આગેવાનોનું આવેદન

કેશોદમાં અદ્યતન સિવિલ હોસ્પિટલનું નિર્માણ થયા બાદ લોકાર્પણ પણ થઈ ચુક્યું છે. ત્યારે જ આ હોસ્પિટલને સ્વ.ધીરુભાઈ રાજા નામાકરણ કરવામાં આવે માંગ સાથે માળિયાહાટીના લોહાણા મહાજનનાં ટ્રસ્ટી મંડળનાં આગેવાનો પ્રવિણભાઈ ખોડા, પ્રવિણભાઈ કારીયા, પ્રમોદભાઈ બુધેચા, જીતેનભાઈ કાનાબાર, મહેન્દ્રભાઈ રૂઘાણી, ઘનશ્યામભાઈ ક્કકડ, રાજુભાઈ સહિતનાંએ મામલતદારને આવેદન આપ્યું હતું. 50- 50 વર્ષથી લોકોની સેવા કરનાર લોહાણા સમાજનાં આગેવાન સ્વ. ધીરૂભાઈ રાજાભાઈનું નામ સિવિલ હોસ્પિટલ કેશોદ સાથે જોડવામાં આવે એવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...