તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકને નુકસાન:માળિયા હાટીના તાલુકામાં કેસર કેરીનાં આંબે સફેદ ફૂગનો ઉપદ્રવ

માળિયા હાટીના21 દિવસ પહેલા
 • કૉપી લિંક
કૃષિ નિષ્ણાંતો આ તકે સફેદ ફુગનો સામનો કરવા કુદરતી ઉપાયો પર ભાર મુકે છે - Divya Bhaskar
કૃષિ નિષ્ણાંતો આ તકે સફેદ ફુગનો સામનો કરવા કુદરતી ઉપાયો પર ભાર મુકે છે
 • 2 વર્ષથી નુકસાની વેઠતા ધરતીપુત્રોને આ વર્ષે પણ ફટકો પડવાની ભિતી

માળિયા હાટીનાનાં અમરાપુર ગામે મોટાભાગના ખેડૂતો કેસર કેરીના બગીચા ધરાવે છે. આ વર્ષે આંબાના ઝાડ પર મોરની આવક પણ મોટી માત્રામાં હોવાથી ખેડૂતોને પાક સારો થવાની આશા હતી. પરંતુ ખેડૂતો ઉપર ફરી આફતનો ઓછાયો હોય એવી સ્થિતી ઉભી થઇ છે. આંબાના ઝાડમાં સફેદ ફૂગનો ઉપદ્રવ વધતાં મોર બળવા લાગ્યા છે.

માળિયા હાટીના તાલુકાના અમરાપુર ગામે કેસર કેરીના આંબાવાડિયામાં સફેદ ફૂટને લીધે કેરીનું ખાખડીના રૂપમાં થતું બંધારણ બળી જવાના કારણે કેસર કેરીનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા 2 વર્ષથી ખેડૂતો ઉપર જાણે કે કુદરત રૂઠી હોય તેવી રીતે દરેક પાક ઉપર કોઈને કોઈ આફતના ઓછાયા પથરાય છે. આથી ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. અમરાપુરના ખેડૂત અશોકભાઇ ભંભાણાના જણાવ્યા પ્રમાણે આંબાના બગીચામાં સફેદ ફૂગ આવવાના કારણે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. પણ કોઈ વળતર મળતું નથી.

શું કહે છે સ્થાનિક કૃષિ નિષ્ણાંત?
અમરાપુરનાજ કૃષિ નિષ્ણાત રસીકભાઇ કોદાવાલાના જણાવ્યા પ્રમાણે જંતુનાશક દવાના ઉપયોગની સાથે ઓર્ગેનિક પદ્ધતિ આપનાવવા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો