તપાસ:માળિયામાં જુના મનદુ:ખે એડવોકેટ પર હુમલો, પોલીસે ત્રણેય આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી પકડી પાડવાં ચક્રો ગતિમાન કર્યાં

માળિયા હાટીના19 દિવસ પહેલા
  • કૉપી લિંક

માળિયા હાટીનાનાં યુવા એડવોકેટ ઉપર અગાઉની જૂના મનદુ:ખ બાબાતે ત્રણ ઇસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે સૌ પ્રથમ માળિયા સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. વધુ સારવાર માટે જૂનાગઢ સીવીલ હોસ્પિટલે લઈ જવાયો હતો. પોલીસે ત્રણેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે. બપોરે સાડા ત્રણ વાગ્યાના આસપાસ એડવોકેટ પંકજભાઈ પ્રભુદાસભાઇ જોષી પોતાનાં ઘરેથી ઓફિસે જતા હતા.

દરમ્યાન દર્શન જગદીશભાઈ (ખમણવાળા બાપુનો દીકરો), વિશાલ વિક્રમભાઈ ભરવાડ તથા અરમાન ઈશાભાઈ કોરડીયાં આ ત્રણેણ શખ્સો દ્વારા લોખંડના પાઇપો અને પાવડાનાં હાથા વડે જાનથી મારી નાખવાનાં ઈરાદે તુટી પડ્યાં હતા. આ જીવલેણ હુમલામાં માથામાં-પગમાં અને હાથમાં ગંભીર ઇજા પહોંચતાં પંકજભાઈને તાત્કાલિક સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યાં હતા.

જ્યાં ફરજ પરના ડો.જે.પી. સામતાએ માથામાં તથાં હાથ-પગમાં 15 જેટલા ટાકા લઈ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે જૂનાગઢ સીવીલે ખસેડવામાં આવ્યાં હતા. બનાવની જાણ થતાં પીએસઆઈ એસ.આઈ. માંઘરા, હેડકોન્સ ભરતબાપુ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી ગયો હતો. અને પંકજભાઈની ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

વકીલનાં ભત્રીજાએ આગાઉ હુમલાખોર વિરદ્ધ કેસ કર્યો હતો
એડવોકેટનાં ભત્રીજા નીનેશભાઈએ આરોપી વિશાલ ભરવાડનાં મોટા ભાઈ મેહુલભાઈ ઉપર અગાઉ કેસ કર્યો હતો. જેમાં એડવોકેટ પંકજ જોષી સાક્ષી તરીકે હતા. જેના મન દુઃખને કારણે હુમલો કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...